એક ષડયંત્ર.... - ભાગ 78

  • 998
  • 1
  • 522

“હજી પણ તારે જવું હોય ને, તો સમજી લેજે આનાથી પણ બદતર હાલત તારી હું કરી દઈશ. વધારે નાટક કર્યા વગર કે ચીસો પાડયા વગર પડી રહે. અમ્મી ખાણું ના દેતી, છો એકવાર ભૂખી તરસી પડી રહેતી એટલે એની અક્કલ ઢેકાણે આવી જશે.” “હા બેટા, આ એના લાયક જ છે.” સિયાને પણ આ સાંભળી વિચાર આવ્યો કે, ‘મારી મમ્મી અને મારા પપ્પા બધાએ મને કહ્યું હતું કે જીવનમાં જીવનસાથી એવો હોવો જોઈએ કે આપણને પ્રેમથી રાખે. એની પાસે બહુ પૈસા ના હોય તો ચાલે પણ એનું મન મોટું હોવું જોઈએ. પૈસા તો આજે નથી તો કાલે થઈ જશે, એમાં કંઈ