એક ષડયંત્ર.... - ભાગ 73

  • 398
  • 1
  • 152

(કનિકા દિપકને આશ્વાસન આપે છે અને રાહ જોવા કહે છે. માનવના એક મિત્ર પાસેથી ઠમઠોરીને તેના ઘરનું એડ્રેસ મેળવી લે છે. તે ત્યાં રેડ પાડી સિયાને બચાવવા માંગે છે. પણ રેડ પાડવાની પરમિશન ના મળતાં તે ગુસ્સે થાય છે. હવે આગળ....) કનિકાને રેડ પાડવાની પરમિશન ના મળ્યાની ફરિયાદમાં અશ્વિન રાણાએ પણ જવાબમાં સમજાવતાં કહ્યું કે, "મેડમ તમે હજી જુઓ તમને કોઈ પરમિશન નહીં આપે, અને ટલ્લેના ચડાવે તો." "પણ કેમ?" "એટલા માટે કે ત્યાં જવું આપણા માટે તો શું કોઈ માટે સેઈફ નથી. અને...." "અને શું?... આપણે એટલે કે પોલીસ સ્ટાફને જવું તો પડે જ ને, આમ વ્યકિત માટે પણ....