(સિયા અને માનવના ઘરે એક મુસ્લિમ પરિવાર આવે છે અને માનવ એમનો દીકરો છે એમ કહેતાં સિયા શોક થઈ જાય છે. તે એ લોકોને આદાબ નથી કરતી અને એની રૂમમાં જતી રહે છે. સાંજ સુધી માનવ ના આવતાં તે માનવના પરિવારને મનાવવા આવે છે અને એ બધાને ચીકનની જયાફત ઉડાવતાં જોઈ તે સહમી જાય છે. હવે આગળ....) સિયા કાંપતી બોલી કે, "મારા વિશે તને ખબર છે અને હું તને પહેલા પણ બતાવી ચૂક્યું છે કે મને આ બધાથી સખત નફરત છે." "એ બધી નફરત તારા પિયરમાં અને તારા ઘરે હતી એટલે ચાલી ગઈ. અહીંયા નહીં ચાલે અહીં તો જે બને