એક ષડયંત્ર.... - ભાગ 53

  • 1.3k
  • 624

(સિયાના મનમાં ખટકે છે કે તે તેના ઘરના લોકોને દગો આપી રહી છે. માનવ તેને મળતાં જ તે પાછા પોતાના મનને મક્કમ કરી લગ્ન કરવા તૈયાર થઈ જતાં પંડિતજી લગ્નની વિધિ શરૂ કરે છે. વિધિ પૂરી થતાં તેમને પંડિતજી જણાવે છે. હવે આગળ.....) “હવે વિધિ પૂરી થઈ અને તમે બંને હવે પતિ પત્ની છો. મને દક્ષિણા આપી અને તમારું વિવાહ જીવન શરૂ કરી શકો છો.” આ સાંભળી સિયાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને એ મનથી ઢીલી પડી જતાં જ તેને માનવની સામું જોયું. એટલે અનિશે કહ્યું કે, “તું કેમ અત્યારથી રડે છે. હજી વિદાયની તો ઘણીવાર છે. મારી સાથે