એક ષડયંત્ર.... - ભાગ 51

  • 1.5k
  • 3
  • 654

(ખાસ્સી દલીલ પછી માનવ સિયાની વાત માની જાય છે. સિયા પણ બે દિવસ તેના પરિવાર જોડે હસીખુશી દિવસ વીતાવે છે. તે ફરમાઈશ કરી સંગીતા પાસેથી ચકરી અને સુધાબેન પાસે લડ્ડુ બનાવડાવે છે. તે બે દિવસ માટે, કોલેજ તરફથી સ્ટડી ટુર માટે જવાની છે, એમ વાત પણ કરે છે. હવે આગળ....) સંગીતાએ સુધાબેનને, “તમે પણ બેસી જાવ... સિયા તું પણ બેસી જા, બહેન ઉતારી આપે છે, આપણને.” “સારું...” એમ કહીને સુધાબેન અને સિયા બધા ભાણા પર બેસી ગયા. ડીનર પતાવ્યા બાદ દાદાને પપ્પા વાતો કરતા બેઠા હતા કે, “આજે તો નવાઈ લાગી પપ્પા...” “મને પણ નવાઈ લાગે છે, કંઈ નહિ બેટા