એક ષડયંત્ર.... - ભાગ 35

  • 1.5k
  • 2
  • 728

(સિયાના દાદાએ તેને સમજાવી અને મમ્મી પપ્પાને સોરી કહેવાનું કહેતાં જ તે માની જાય છે અને તે સોરી કહી દે છે. સિયાના પપ્પા તેને એમના ડર વિશે સમજાવે અને કહે છે. સિયા તૈયાર થઈ કોલેજ જવા નીકળે છે. હવે આગળ....) “હા મમ્મી...” સિયા એમ કહી તે તૈયાર થવા પોતાની રૂમમાં ગઈ, તે તૈયાર થઈ નીચે આવી. તેને યલો કલરનો ડૉટવાળો ડ્રેસ પહેરેલો, તેના લાંબા વાળને બટરફ્લાયથી બાંધી દીધા હતા અને એ યલો ડ્રેસની અંદર એની કાળી કાળી અણીયાળી આંખો, તેના લાંબા વાળ અને હાથમાં બ્રેસલેટ પહેરેલું. તેના ચહેરા પર બિલકુલ મેકઅપ નહોતો છતાં પણ તેનું રૂપ વધારે ખીલી રહ્યું હતું.