કાંતા ધ ક્લીનર - 2

(13)
  • 3k
  • 1
  • 2.3k

2.રણકતો ફોન કોઈએ તો ઉપાડવો ને? બહારથી આવતા ગેસ્ટ માટે દરવાજો ખોલતા વયસ્ક ચોકીદાર વ્રજલાલ, તેમને કોઈ પણ સંજોગોમાં જગ્યા પરથી ન હટવાની સૂચના હતી છતાં અત્યારે તો ફોન તરફ દોડ્યા. એ જ વખતે બહાર રાધાક્રિષ્નન સાહેબની ચકાચક બ્લેક કાર ગેટ પાસે આવીને ઊભતી જોઈ તેઓ પાછા હટ્યા અને પોતાની જગ્યાએ જલ્દીથી ઊભા રહી ગયા. ન જાણે ક્યાંથી, હવામાંથી ફૂટ્યો હોય તેમ રૂમસર્વિસ વાળો બિહારી નંદન પોતાની સાફ ટુવાલો અને બેડશીટો ભરેલી ટ્રોલી ધસાવતો ત્યાં આવી પહોંચ્યો. દોડતી ટ્રોલીને પગથી બ્રેક મારી તેણે ફોન લીધો.તે 'હેલો, ટુરિસ્ટ હેવન..' કહે ત્યાં તેના ફોનમાં ગભરાયેલો અવાજ આવ્યો. સામે તેની મોના મેડમ હતી."અબે