સપ્ત-કોણ...? - 27

  • 1.7k
  • 2
  • 848

ભાગ - ૨૭એક દિવસ.... સુખલીએ સુમેરગઢના રાજમહેલમાં પ્રવેશ કર્યો અને જઈને રાજા ઉજમસિંહ સામે પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વની યાદ તાજી કરાવતી ઉભી રહી....."ન્યાય કરો રાણા'સા.... ન્યાય... હું થારે દરવાજે આવી છું, મને ન્યાય જોઈએ છે." આંખમાં ઉમટેલા આંસુઓનો મહાસાગર રેલાવતી સુખલી બેય હાથ જોડી દરબારમાં આજીજી કરતી ઉભી રહી."બેન, કોણ છો તમે? કોણે તમારી સાથે અન્યાય કર્યો છે? કોઈએ તમને છેતરી છે, વિશ્વાસઘાત કર્યો છે?" એક રાજાની માફક તટસ્થતાથી ઉજમે સુખલીને સામા પ્રશ્નો કર્યા."તમે કર્યો છે મારી જોડે વિશ્વાસઘાત, તમે છેતરી છે મને, તમે અન્યાય કર્યો છે રાણા'સા, યાદ કરો.... સુ...ખલી.. યાદ છે તમને?" ક્રોધ અને વેદના વચ્ચે હડદોલા ખાતી