લવ યુ યાર - ભાગ 49

  • 3.3k
  • 3
  • 2.3k

મીત બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, " વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે તેવું મિશ્રણ હતું...!!વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યાં હતાં. તરસી ધરતી જાણે તૃપ્ત થઈને સુગંધ ફેલાવીને બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આપણાં બંનેના હ્રીદીયાના મિલનની સમગ્ર અસ્તિત્વ જાણે નોંધ લઈ તેમાં સામેલ હોય તેમ મોર ટહુકા કરી રહ્યો હતો અને કોયલ પોતાના મીઠાં મધુરા અવાજમાં આપણાં મિલનના જાણે ગીત ગાઈ રહી હતી. કેટલી અદ્ભૂત અને સુંદર એ સાંજ હતી....!! " (સાંવરી અને મીતની આંખો એકમેકમાં પરોવાઈ ગઈ હતી અને બંને જાણે એકબીજાની અંદર ઉતરી