પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 9

  • 1.6k
  • 1
  • 826

૯) સ્નેહાનાં સ્વપ્ન " ક્યાં છે સિદ્ધાર્થ? સિદ્ધાર્થ ક્યાં છે?.." ની બૂમ લગાવતા મિતેષભાઈ બધુજ કામ પરતું મૂકીને ઘરે આવી ગયા. તેમના ચહેરા પર ખુશીનો પાર ન્હોતો. એકનો એક દીકરો આટલા દિવસો પછી કઈક બોલ્યો એનાથી વિશેષ ખુશી બાપ માટે બીજી શું હોઈ શકે! મિતેષભાઈ સિદ્ધાર્થના રૂમમાં ગયા. સિદ્ધાર્થ વેદનાથી દબાઈને પથારી પર પડ્યો હતો. આંખો વહી રહી હતી, મુખ પર મૌન હતું અને દિલમાં સ્નેહાના નામની પીડા ચાલી રહી હતી. તે પૂર્ણરૂપે હિંમત હારીને બેઠો હતો. મિતેષભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પણ સિદ્ધાર્થ મૂર્તિ સમાન રહ્યો. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા જ ન્હોતો. મિતેષભાઈને કોઈ પ્રત્યુત્તર ન