એક હતી કાનન... - 7

  • 1.2k
  • 630

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 7)મનન આવતાં જ કાનન નો આત્મવિશ્વાસ વધી ગયો હતો.સાંજે કાનન અને મનન લાયબ્રેરીના બહાને એક ગાર્ડનમાં મળ્યાં.પહેલી દશ મિનીટ તો કશું જ વાત કર્યા વિના જ પસાર થઈ ગઈ.કાનન માટે દશ મિનિટ મૂંગા રહેવું એટલે બહુ અઘરું કહેવાય.“લાયબ્રેરી જવા નીકળ્યાં હતાં?” મનનના મૂરખ જેવા પ્રશ્નથી કાનન ને હસવું આવી ગયું.કાનને આડું અવળું જોયું.“તમને પૂછું છું.”મનન હવે સરખો ગૂંચવાયો.હવે કાનન થી હસવું રોકાયું નહીં.ખડખડાટ હસી પડી.“અહીં આપણે બે જ છીએ. મિત્રો છીએ. તને, સોરી, તમને,મારા પપ્પા નો અનુભવ થઇ ગયો છે.જો હું એમ કહું કે મનન ને મળવા જઈ રહી છું તો આવવા