પ્રેમ એટલે શું?

  • 1.5k
  • 1
  • 516

આ સવાલનો જવાબ મને હમણાં મારા એક ફ્રેન્ડે મોકલેલા ગીતમાંથી સાવ જુદી જ રીતે સાંભળવા મળ્યો. પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. ‘મિડ-ડે’ના જ કૉલમનિસ્ટ અને જાણીતા કવિ ડૉ. મુકુલ ચોકસીએ લખેલું આ ગીત મેં પહેલી વાર સાંભળ્યું અને સાચે જ હું એના પ્રેમમાં પડી ગયો. જેટલું સરસ રીતે લખાયેલું અને એનાથી પણ વધારે સરસ રીતે પ્રેમને સમજાવતું આ સૉન્ગ સાંભળ્યા પછી એ સતત મારી અંદર વાગતું રહ્યું છે. જોકે એ વાગતા ગીત વચ્ચે જ મારે તમને પૂછવું છે કે પ્રેમ એટલે શું? સાવ સરળ સવાલ છે અને તો પણ આપણે સહેજ કન્ફ્યુઝ થઈ જઈએ કે પ્રેમ એટલે