અનામી અંકલ

  • 2.2k
  • 840

અનામી અંકલ - મિતલ ઠક્કરઅનામી અંકલ, આજે વર્ષો પછી હું આ પત્ર આપને લખી રહી છું. હું આજે જે સ્થાન પર છું એમાં તમારો ફાળો નાનોસૂનો નથી. કમનસીબી એ છે કે તમારું નામ કે સરનામું પણ હું જાણતી ન હોવાથી તમને રૂબરૂ મળીને આભારની લાગણી દર્શાવી શકતી નથી. જીવનમાં ઘણા એવા લોકો હોય છે જે જમણા હાથે દાન કરે તો ડાબા હાથને ખબર પડવા દેતા નથી. તમે તો કોઇને ખબર પડવા દીધી નથી. મારા જેવી કેટલીય છોકરીઓ હશે જેમના માથા પર તમારા આશીર્વાદ રહ્યા હશે. હું દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે સારા ટકા લાવવા માટે ટ્યુશન ક્લાસમાં જવું જરૂરી હતું.