કામ ચાલૂ હૈ

  • 2.1k
  • 2
  • 890

કામ ચાલૂ હૈ- રાકેશ ઠક્કર એક સમય પર કોમેડી ફિલ્મોમાં ધૂમ મચાવતા રાજપાલ યાદવને OTT પર આવેલી ફિલ્મ ‘કામ ચાલૂ હૈ’ માં એકદમ ગંભીર ભૂમિકામાં જોઈને નવાઈ લાગવા સાથે આનંદ થશે કે એને સારું કામ મળી રહ્યું છે. કોમેડીની જેમ ટ્રેજડીમાં કમાલ કરી ગયો છે. એનામાં દર્શકોને હસાવવાથી વધુ ક્ષમતા રડાવવાની છે. કાર્ટૂન પ્રકારના કોમેડી કલાકારની ઈમેજમાંથી તે બહાર આવી રહ્યો છે. હાથમાં પુત્રીના અસ્થિનો કળશ લઈને ‘યે મેરી બેટી હૈ, મર ગઈ હૈ’ સંવાદ બોલે છે ત્યારે દર્શકની આંખમાં પણ પાણી આવી જાય છે. ફિલ્મમાં મહારાષ્ટ્રના એક વ્યક્તિની વાર્તા છે. એ તેની પત્ની સાથે આનંદમય જીવન જીવે છે. એમની