સવાઈ માતા - ભાગ 65

  • 1.8k
  • 1
  • 754

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૬૫)સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત (વડોદરા)લેખન તારીખ :૦૪-૦૫-૨૦૨૪રમીલાને પાપાને ન મળી શકવાનો વસવસો રહ્યો પણ મેઘનાબહેને તેને આશ્વસ્ત કરી કે તેઓ આવતાં અઠવાડિયે રમીલાને મળવા તેનાં ઘરે જરૂરથી આવશે.મેવાએ ફરી ડ્રાઈવિંગ સીટ સંભાળી અને તેઓ વીણાબહેનનાં કેન્દ્ર ઉપર પહોંચ્યાં. સુશીલાની હાલત ઘણી સુધારા ઉપર હતી. આજે વીણાબહેને તેના પતિ વિશળનું સરનામું લઈ બે ભાઈઓને તેની ખબર આપવા ઘરે મોકલ્યાં હતાં. આ તરફ મા કાલથી ઘરે આવી નથી તે જાણતાં શામળ પોતાની નોકરીમાં રજાઓ મૂકી તુરત જ મુંબઈથી આવી ગયો હતો. સવલી પાસે સ્નેહાનાં ઘરનું સરનામું અને ફોનનંબર હતાં. વીણાબહેને ત્યાં ફોન કરી સ્નેહાને હકીકત