સવાઈ માતા - ભાગ 64

  • 1.8k
  • 2
  • 732

આજે પહેલી જ વખત એમ બન્યું કે મેઘનાબહેન અને રમીલાને સાથે જોઈ મેવાને ઈર્ષ્યા ન આવી કે ન તો પોતાનું નસીબ નબળું લાગ્યું. મેઘનાબહેને બધાંયને હૂંફાળો આવકાર આપ્યો. રમીલાએ તુષારને હાથમાંથી નીચે ઊતાર્યો. તે જોઈ રાજીએ પણ દિપ્તીને નીચે મૂકી દીધી. બેય બેઠકખંડમાં આમતેમ દોડવા લાગ્યાં. મેઘનાબહેન અને નિખિલ રાજી અને મેવાને સોફા સુધી દોરી ગયાં. ચારેય બેઠાં. રમીલા રસોડામાં ગઈ. અહીંથી જ કેળવાયેલી રોજિંદી આદત મુજબ હાથ ધોઈને બધાં માટે પાણી લઈ આવી. રાજી સાદું પણ સુઘડ ઘર જોઈ ખૂબ ખુશ થઈ. આ પહેલાં મેવો જ્યારે પણ આવતો, તે રમીલા પાસે રૂપિયા માંગવા જ આવતો અને બારણેથી પાછો સિધાવતો.