કાંતા ધ ક્લીનર - 1

(12)
  • 7.4k
  • 2
  • 4.7k

1.સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં.કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.લોબીમાં કોઈ ન હતું. આજે ચેક આઉટ કરનારા દસ વાગ્યા આસપાસ ઉમટી પડશે અને બહાર ફરવા