ગામવાળાનો ગુસ્સો ધીમે ધીમે વધુ ઉગ્ર થઈ રહ્યો હતો. તેઓ સળગતી આગની મશાલો લઈને હવેલી ને ચારે તરફથી ઘેરી લે છે અને હવેલી ને આગ લગાવી દે છે. બિંદુ તેની પ્રેગનેન્સી અને આ ઉગ્ર વિરોધ સહન નથી કરી શકતી અને ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે. યશવર્ધનભાઈ પણ એટલા ગભરાઈ ગયા હતા કે ડરના મારે તે પણ ત્યાંથી બહાર તરફ જવા પ્રયાસ કરે છે. ગામના લોકોએ સંપૂર્ણ હવેલીમાં આગ લગાવી દીધી.જોત જોતમાં તો ત્યાંની સંપૂર્ણ વસ્તુઓ બળીને ભસ્મ થઈ જાય છે અને તે હવેલી પણ થઈ જાય છે એક ખંડર..... વાર્તા વર્તમાન માં આવે છે......એ હવેલીમાં ઉભેલા દરેક સભ્યોની