એક ષડયંત્ર.... - ભાગ 20

  • 1.6k
  • 1
  • 876

ભાગ -૨૦ (સિયાના મનની વાત કે તેના સપનાં તેની દાદી દિપકને સમજાવે છે અને ટોકે પણ છે. સિયાના મનમાં જ માનવ અને તેના પપ્પા સાથે સરખમાણી થઈ જાય છે. દિપક ઓફિસમાં પહોંચી તેના પીએ સાથે વાત કરે છે. હવે આગળ....) “આજની એપોઇન્ટમેન્ટ અને આજનું કામનું લિસ્ટ મારા ટેબલ પર મૂકી દો.” કેશવે તેની પીએને કહ્યું, એ સાંભળી તે જવા લાગ્યા તો, “એક મિનિટ આજે સૌ પહેલા પોલીસ ઈન્સ્પેક્ટરની અહીં બોલાવજો.” “ઓકે સર...” પીએ નીકળી ગયો અને તેના કામે લાગ્યો. દિપક પણ એક ફાઈલ લઈ ઉથલાવવા લાગ્યો તો ખરા, પણ એનું મગજ બીજે ચાલી રહ્યું હતું અને આંખો દરવાજા પર ચોટેલી