ભાવ ભીનાં હૈયાં - 46

  • 1.8k
  • 1
  • 1.3k

આમને આમ, અડધી રાત સુધી શશાંક અને દાદીએ વાતો કરી. ઊંગવા જ જતાં હતાં ત્યારે દાદીને વળી સવાલ થયો. " અભિના પિતાને તે વચન આપેલું આથી તું તેનાથી દૂર ચાલ્યો ગયો હતો. આ વાત અભિને કેમ નથી કહેવાની ?" " અરે મારી ભોળી દાદી..! હુ નથી ઈચ્છતો કે અભિલાષા તેનાં પિતાની મજબૂરી વિશે જાણે અને દુઃખી થાય તથા તેનો અધૂરો પ્રેમ રહેવા માટે પિતાને દોષી સમજે. તેનાં મનમાં હું ખોટો છું. હું તેને છોડીને ચાલ્યો ગયો છું. તે જ બરાબર છે. હું કંઈ પણ કરીને તેને મનાવી લઈશ. તેનાં સ્વર્ગસ્થ પિતાને સ્વર્ગમાં તેમજ અભિના દિલમાં શાંતિથી રહેવા દઈએ." " હા,