ભાવ ભીનાં હૈયાં - 41

(11)
  • 2k
  • 1
  • 1.4k

" જી..! જાઉં છું..!" કહી શશાંકે ધીમેથી અભિલાષાનો હાથ છોડ્યો અને જતાં જતાં કહ્યું, " થોડી જ વારમાં આવું છું. ચિંતા નહિ કર..! હું તારી સાથે જ છું." અભિલાષા શશાંકને જતો જોઇ જ રહી. ડોક્ટરે કેટલીક તપાસે કરી. રિપોર્ટ માટે બ્લડ લીધું. કેટલાક ઇન્જેક્શન આપ્યા ને આરામ કરવાનું કહી ચાલ્યા ગયા. રૂમની બહાર જઈને ડોક્ટરે પૂછ્યું, " પેશન્ટનાં હસબન્ડ ક્યાં ગયા..? " ડોકટર શશાંકને અભિલાષાનો હસબન્ડ સમજતા હતાં. ડોકટરની વાત સાંભળીને સૌ એક બીજા સામે જોવા લાગ્યા. " પેશન્ટનાં પેરેન્ટ કોણ છે ?" ડૉક્ટરે ફરી પૂછ્યું તો ત્યાં ઉભેલા બધા વૃદ્ધો આગળ આવ્યો અને બોલ્યા, " બોલો સાહેબ..! અમારી અભિલાષા