ભાવ ભીનાં હૈયાં - 38

(14)
  • 1.9k
  • 1
  • 1.6k

" આ તે કેવી વિમાસણ પ્રભુ..? મને અને શશિને એક કરવા જ નહોતા તો અમને મળાવ્યા જ કેમ..? અમારી વચ્ચે પ્રેમ થયો જ કેમ ?" શશિની ચિઠ્ઠીને છાતીએ લગાવી અભિલાષાએ થોડું રડી લીધું. થોડીવાર થઈને તે સ્વસ્થ થઈ. બાજુમાં પડેલી કોલડ્રિન્કની બોટલ ખોલી તેને ગટગટાવી ગઈ. ત્યાં ટ્રાવેલ આંચકા સાથે ચાલુ થઈ. અભિલાષાએ શશાંકનો નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યો. તેને મેસેજ કરવો કે નહીં ? તે બાબતે હજુય અભિલાષા મૂંઝવણ અનુભવતી હતી. "શશિને કૉલ કરું..? જીવનસાથી ના સહી મિત્રો બનીને તો સાથે રહીએ..! પણ..ના ના..! મિત્ર બન્યાં પછી ભૂલથી અમે ફરી નજીક આવી ગયા ને મારાથી તેના પ્રત્યેની લાગણી વ્યક્ત