ભાવ ભીનાં હૈયાં - 39

  • 2.3k
  • 1
  • 1.6k

એ દરમિયાન તેને યાદ આવ્યું કે અભિના ફેમેલીને જાણ કરવી પડશે. શશાંકએ અભિલાષાનો મોબાઈલ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેનો મોબાઈલ તેને ન મળ્યો. આથી શશાંક ને જે નંબર પરથી અભિલાષાના એક્સિડન્ટના સમાચાર મળ્યા હતા તે નંબર પર કોલ કર્યો. કદાચ તે જ અભિલાષાનો નંબર હશે, એમ વિચાર્યું. " હેલો..! તમે મને અભિલાષાના અકસ્માતના સમાચાર આપ્યા હતા. હું તે બોલું છું. અભિલાષાનો મોબાઈલ તમારી પાસે છે ?" શશાંકએ કહ્યું. " ના ભાઈ ના..! હું તો આ ગામનો ખેડૂત છું. અકસ્માત થયો ત્યારે હું ત્યાં જ હતો. મેં જ એમ્બ્યુલન્સ બોલાવીને કેટલાક લોકોને હોસ્પિટલ ભેગા કરેલા." " તો તમારી પાસે મારો મોબાઈલ