ભાવ ભીનાં હૈયાં - 32

(13)
  • 2.7k
  • 2.2k

આમ, હલ્દીની વિધિ પૂરી થઈ. નાહી ધોઈને સૌ તૈયાર થવા લાગ્યા. અભિલાષા પણ તેના રૂમમાં આવી નાહી લીધું. તે કીર્તિનાં લગ્ન માટે તૈયાર થવા અરીસા સામે ઊભી રહી. હેર ડ્રાયરથી પોતાના વાળ કોરાં કરી રહી હતી ત્યારે તેની નજર પોતાના જ હાથ પર પડી. તેના હાથ પર લાગેલી મહેંદીનો રંગ સવાર કરતાં વધુ ઘાટો લાગી રહ્યો હતો. " મારી સાથે આવું કેમ થાય છે ? અજાણતાં મહેંદી લાગી ગઈ ને આજ અજાણતાં જ હલ્દી પણ લાગી ગઈ." ત્યાં જ તેનાં મોબાઈલમાં રીંગ વાગી. " હેલો..! અભિલાષા સ્પીકિંગ..!" બિઝનેસ કૉલ હોવાથી અભિલાષા થોડી સભાન થઈ ગઈ. " હેલો મૅમ..! ગુડ મૉર્નિંગ..!