ભાવ ભીનાં હૈયાં - 31

(12)
  • 2.1k
  • 1.7k

" આ બાઉલ લઈ ફટાફટ તમે હૉલમાં પહોંચો. હું પણ આવું જ છું." હોટેલનાં માણસને બાઉલ લઈ હૉલમાં મોકલી અભિલાષા શશાંક જેવો અવાજ આવતો હતો તે રૂમ તરફ ગઈ. તેનું મન કહેતું હતું કે શશાંક તેની આજુબાજુ જ છે. મૉમોઝની વાત કરનારનો અવાજ પણ શશાંક જેવો જ લાગતો હતો. આથી તે રૂમના દરવાજા પાસે જઈ કાન સરવા કરી કંઇક સાંભળવાની કોશિશ કરી રહી હતી. તેનું પૂરું ધ્યાન રૂમમાંથી કોઈ અવાજ આવે તો તે સાંભળવામાં હતું. ત્યાં અચાનક અભિલાષાની પાછળથી અવાજ આવ્યો. " એક્સકયુઝ મી..! મૅમ..!" પાછળથી કોઈનો અવાજ આવતા અભિલાષા ચોંકીને ગભરાઈ ગઈ અને ઉતાવળે તે પાછી પડી. તેની બિલકુલ