ભાવ ભીનાં હૈયાં - 30

(12)
  • 2.3k
  • 1.7k

" અભય..! બસ હો..! આ વધુ થાય છે. શશાંક સિવાય મેં ક્યારેય કોઈનો વિચાર પણ નથી કર્યો. મને ભગવાન પર પૂરો ભરોસો છે કે તેમને પ્રિતમ સાથે મારા લગ્ન અટકાવ્યા છે તો જરૂર તેણે શશિ સાથે મારા લગ્નની વ્યવસ્થા કરી જ હશે.!" " ગજબ છે યાર તું..! સાત વર્ષ થઈ ગયા શશિના ગયે, હજુ તેની રાહ જોઈ બેઠી છે..!" કીર્તિએ કહ્યું. " બસ, બસ..! છોડો એ બધી વાતો. અભય હવે તું ઘેર જા. ત્રણ વાગી ગયા છે. પાંચ વાગે હલ્દીની રસમ છે. કીર્તિ તું પણ તારા રૂમમાં જઈ થોડીવાર સૂઈ જા." ત્રણેય ધાબેથી છુટા પડ્યાં. અભિલાષા તેના રૂમમાં ગઈ. સાત