આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું છે. બાકી પ્રિતમ સાથે મારી આવી કોઈ વાત જ નહોતી થઈ. આ બધું જોઈ મને એક આશા બંધાઈ કે પિંક શેરવાનીમાં શશાંક જ બેઠો છે. આ એક માત્ર વિચારથી મારી ખુશીનો પાર ન રહ્યો. મારા ઉદાસ ને ગમગીન ચહેરા પર મુસ્કાન જોઈ મારા પપ્પા મારી સામે જોઈ હસવા લાગ્યાં. કન્યા પધરાવો સાવધાન..! પંડિતજીના આ વાક્યની રાહ જોતી જ હતી. હું ઉતાવળે પગલે મંડપમાં પહોંચી. એકબીજાને હાર પહેરાવી અમે ખુરશીમાં બેઠા. પંડિતજી મંત્રોચ્ચાર કરે જતાં હતાં. " ઓય..! તેં મને કીધું નહિ કે તું અહીં આવી ગયો