ભાવ ભીનાં હૈયાં - 27

  • 2.5k
  • 1.9k

" પછી શું થયું અભિલાષા ? તારા લગ્નની બધી તૈયારી શશિકલાએ કરાવી..? તારા પ્રિતમ સાથે લગ્ન થયા કે નહીં ?" અભય અને કીર્તિ જાણવાની ઉત્સુકતાથી અભિલાષાને સવાલ પર સવાલ પૂછે જતાં હતાં. મારા લગ્ન માટે શશિકલા સાથે હું માત્ર શોપિંગ કરવા જ ગઈ હતી. બાકીની બધી તૈયારી શશિકલા અને મારાં પપ્પાએ કરેલી. લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી. માત્ર પપ્પાની ખુશી માટે જ હું લગ્ન માટે તૈયાર થઈ હતી. તેમ છતાં રોજ હું શશીની રાહ જોતી. કયાંક શશિને ખબર પડે અને તે આવી જાય. પણ તે ન આવ્યો. આખરે લગ્નનો તે દિવસ આવી જ ગયો જેનો મને ડર હતો.