ભાવ ભીનાં હૈયાં - 25

(11)
  • 2.5k
  • 1.8k

" પછી શું થયું અભિ..? તું શશિને ભૂલી ગઈ ? તેં પ્રીતમને લગ્ન માટે ના કેવીરીતે કહી..? તારા પિતાનું શું રીએક્સન હતું ?" અભયે વધુ જાણવાની ઉત્સુકતા બતાવી. " ત્યારબાદ ક્યારેય શશિ સાથે મારી વાત ન થઈ. તેને હું ભૂલી જાઉં તે તો અશક્ય હતું. પણ પપ્પાની વાતનું માન જાળવવા મારે પ્રીતમ સાથે લગ્ન કરવા જરૂરી હતા. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ." " લગ્નના લગભગ પંદર દિવસ બાકી હતા ને ઘરમાં મારા પપ્પાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. ઘરમાં તૈયારી કરવાવાળા અમે બે જ પ્રાણી. એમાંય મને પ્રીતમ સાથે લગ્ન કરવામાં સહેજે રસ નહોતો. આથી બસ પપ્પા કહે