ભાવ ભીનાં હૈયાં - 24

  • 2.6k
  • 2k

“અરે તને થયું છે શું..? આજ તું મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે ?” “પપ્પાને ખબર પડશે તો બોલશે. પ્લીઝ તુ જા..!” કહેતાં મેં બારી બંધ કરી દીધી. શશિ એકીટશે,અનિમેષ નજરે મને જોઈ રહ્યો હતો. બંધ બારીના ટેકે હું થોડીવાર એમ જ ઊભી રહી ગઈ. શશિનો વિચાર આવતાં જ મારી આંખો ભરાઈ ગઈ. તેની શું હાલત થતી હશે તે હું સારીરીતે જાણતી હતી કેમ કે તેનાં જેવી જ મારી પણ હાલત હતી. “શું થયું દીકરા..! બારી પાસે કેમ ઉભી છે ?” આંખોના ચશ્મા નીચે કરી પપ્પાએ મારી સામે જોતા કહ્યું. “બારીમાંથી આવતી હવાને કારણે મંદિરનો દીવો જોલા ખાતો હતો