ભાવ ભીનાં હૈયાં - 22

(12)
  • 2.2k
  • 1.8k

“હરગોવનના દિકરા પ્રિતમ સાથે તારું પાકું કરીને આવ્યો છું. જોકે પાક્કું તો તું અને પ્રીતમ નાના હતા ત્યારે જ કરી દીધું હતું. બસ અત્યારે તો હું ખાસ પ્રીતમને મળવા ગયો હતો. તેને જોઈ મારા દિલને ટાઢક વળી. વર્ષો પહેલા નક્કી કરેલ સગપણ એકદમ બરાબર છે. પ્રીતમ તારા જેવડો જ છે. રંગે, રૂપે અને સ્વભાવે ખૂબ સારો છે. તેને એરફોર્સમાં ખૂબ સારા પગારવાળી જોબ મળી છે. સંસ્કારી પણ એટલો જ છે. તેને જોઈ થયું કે હરગોવનના ઘરે મારી દીકરી ખૂબ ખુશ રહેશે. આજ પ્રીતમને મળીને મારી તારા પ્રત્યેની સઘળી ચિંતા દૂર થઇ. દીકરા આજ તું નહિ માને કે હું કેટલો ખુશ