ભાવ ભીનાં હૈયાં - 21

(11)
  • 2.7k
  • 1
  • 2.1k

તે રાત્રે લગ્નના સોનેરી સપનાઓ સેવી અમે બન્ને સુઈ ગયા. બન્નેને વિશ્વાસ હતો કે તેઓની પ્રેમ કહાની અધૂરી નહિ રહે. “પછી શું થયું.? તારા પપ્પા લગ્ન માટે માની ગયા..?” અભયે પૂછ્યું. “બાકીની વાત પછી કહીશ. તું જો તો કેટલા વાગ્યા..? બે વાગવા આવ્યા છે, આવતીકાલે તમારા લગ્ન છે. મને લાગે છે હવે આપણે સુઈ જવું જોઈએ.” અભિલાષાએ ઉભા થતા કહ્યું. “બેસ ને યાર..! આગળ બોલને..!શું થયું..?અમારે જાણવું છે.” કીર્તિએ અભિલાષાનો હાથ પકડી નીચે બેસાડતા કહ્યું. “આજ તો મેં નક્કી કર્યું છે. પ્રેમની પરિભાષા બરાબર ન સમજી લઉં ત્યાં સુધી લગ્ન કરીશ નહીં. મને લાગે છે કે પ્રેમની સંકલ્પનાને બરાબર સમજવા