ભાવ ભીનાં હૈયાં - 14

  • 2.9k
  • 2.3k

મને એમ કે તેને ખબર નહિ પડે. પણ શશાંક બહુ હોશિયાર હતો, તેને પહેલા દિવસે બુકે મોકલ્યો ત્યારે જ તેને ખ્યાલ આવી ગયો હતો કે તે બુકે મોકલનાર હું જ હતી. " આ વાતની તને ખબર ક્યારે પડી..? તને ખબર પડી ત્યારે તો તારો સાવ પોપટ બની ગયો હશે કે..!" કીર્તિએ હસીને કહ્યું. સાંભળો..! જ્યારે શશાંક કોલેજ આવતો થયો ત્યારે હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી.પણ તે ભાવ ખાવા લાગ્યો. જ્યારે મેં તેની સાથે વાત કરવાનું બંધ કર્યું તો મને જેલસી ફીલ કરાવવા તેની કોઈ ફ્રેન્ડ સાથે મસ્તી કરવા લાગ્યો. ત્યારે મારો તેની સાથે બહુ મોટો ઝગડો થયો હતો.