ભાવ ભીનાં હૈયાં - 6

(16)
  • 3.4k
  • 2.8k

" ઓય અભિ..શુ થયું..?" શશાંકએ હસીને કહ્યું. " કંઈ નહીં..પણ તું અહીં ક્યાંથી આવ્યો..? તારો કલાસરૂમ તો..!" અભિલાષા બોલતા બોલતા અટકી ગઈ. " તને શું લાગે..? મારાથી દૂર ભાગીશ તો હું તારાથી દૂર થઈ જઈશ..? નામુંકિન..અશક્ય..!" શશાંકએ કહ્યું. " હું તારાથી દૂર નથી ભાગતી..હું.હું તારાથી દૂર કેમ ભાગુ..? આપણે એકબીજાને ઓળખતા પણ નથી.. તો દૂર ભાગવાનો સવાલ જ નથી..!" " તો તે કલાસરૂમ કેમ બદલ્યો..?" " બસ એમ જ.. મને ત્યાં નહોતું ફાવતું એટલે..!" " તો મને અહીં જોઈ તું ચોંકી ગઈ કેમ..? તારા હાવભાવ પરથી મને એવું લાગે કે તને મારુ અહીં હોવું બિલકુલ પસંદ નથી.!" " હા, નથી