ભાવ ભીનાં હૈયાં - 5

(15)
  • 3.6k
  • 3.1k

" આ લોકો ટાઇમ પાસ કરવા જ કોલેજમાં આવતા હોય છે. કોઈનું સ્ટડીમાં ધ્યાન નથી...પણ હું આ બધું કેમ વિચારું છું..? હું કેમ તેઓને નોટિસ કરું છું..? મારે એ બધામાં નથી પડવું..મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું છે. આ બધામાં પડીશ તો તે હું ક્યારેય નહીં કરી શકું..!" આટલું વિચારી તેણે ભણવામાં ફોકસ કર્યું. થોડી વાર રહી ફરી તેનું ધ્યાન શશાંકની બેન્ચ પર ગયું. " કેટલો મસ્તીખોર છે..? ઓલ્વેઝ હસતો રહે છે..તે આટલો ચિલ્ કેવી રીતે રહી શકે..? હું તો ક્યારેય આટલી ખુશ નથી રહી શકતી..?" અભિલાષાએ જેમ તેમ કરી દિવસ પૂરો કર્યો. ત્રીજા દિવસે પણ અભિલાષાની એજ હાલત થઈ.