ભાવ ભીનાં હૈયાં - 3

(16)
  • 4k
  • 3.3k

અભિલાષા ધબકતા હૃદયે હોટેલમાં પ્રવેશી. તેણે ખાતરી કરવા પાછળ વળીને ફરી હોટેલનું નામ વાંચ્યું... "મુસ્કાન...! શાશંક પણ આ જ નામથી..." આટલું બોલતા તો તેના ધબકારા ફરી વધી ગયા. " મને કેમ એવું લાગે છે કે તે આટલાંમાં જ ક્યાંક છે..? એ અહીં દિવ માં થોડી હોય..? તો ક્યાં હોય..? એ પણ મને ક્યાં કંઈ ખબર છે..? તેને શોધવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે..? જે હોય તે પણ આજ ખબર નહીં કેમ મારુ દિલ કહે છે કે તે આટલામાં જ કયાંક છે..!" ઘણા વર્ષો પછી તે શશાંકની હાજરી મહેસુસ કરતી હતી. આખા