અવ્યક્ત પ્રેમ

  • 1.5k
  • 492

"કોઈ તો એવી પલ હોય જેમાં યાદ તુજને મારી આવે... કોઈ અપેક્ષા ના તૂટે... તું સમીર બની એવો આવે..."જીવનની સંધ્યાએ પહોંચી છું. ખૂબ સરસ ભર્યો ભર્યો સંસાર છે. છતાં દિલના એક ખૂણામાં ક્યાંક કોઈકનો અભાવ વરતાય છે.વર્ષો થઈ ગયા, આજે પણ યાદ છે નવરાત્રિ વખતે પહેલી વાર તમને જોયાનું. તમે ગમ્યા, બહુ જ ગમ્યા. વારંવાર જોવાનું મન થતું. ખબર ન હતી કે આ ગમવું પ્રેમ હશે. નવરાત્રિ વીતી ને પાછું ભણવા માંડી. વરસ પછી પાછી નવરાત્રિ આવી ને તમને જોવાની લાલચ જાગી. ફરી જોયા ને જોયા જ કર્યા. રાત વીતી ત્યાં સુધી.પ્રેમ છે સમજવાની ઉંમર ન હતી પણ કંઈક છે