આત્મજા - ભાગ 16

  • 1.6k
  • 1
  • 1k

આત્મજા ભાગ 16નંદિની ઘરની બહાર તો નીકળી ગઈ પણ તે જશે ક્યાં..? તે એકલી નહોતી. તેની સાથે તેનો સાત મહિનાનો ગર્ભ હતો. કોઈપણ ભોગે નંદિનીએ તેની રક્ષા કરવાનું પ્રણ લીધું હતું. " જો હું અહી ક્યાંક રહીશ તો કુટુંબનું નાક કપાશે. મારે આ શહેરથી થોડે દૂર જઈને રહેવાની વ્યવસ્થા કરવી પડશે." આમ વિચારી નંદિની ધીમે રહીને બસનું પગથિયું ચડી. પાછળ વળી તેણે પોતાના શહેર પર નજર ફેરવી જાણે અલવિદા કહેતી હોય તેમ મોઢું ફેરવી તે બસમાં ચડી ગઈ અને સીટ પર ગોઠવાઈ ગઈ. નંદિની બારી પાસે બેસી એકધારી નજરે બહાર જોઈ રહી હતી. બસ તેની ઝડપે દોડી રહી હતી ને