આત્મજા - ભાગ 15

  • 1.5k
  • 2
  • 906

આત્મજા ભાગ 15નંદિની અને કંચનબેન હોસ્પિટલ ગયા. પ્રદીપ અને હરખસિંગની તબિયત બહુ જ નાજુક હતી. તેઓની હાલત જોઈને નંદિની અને કંચનબેનની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. કંચનબેન તેઓની પાસે બેઠા, જ્યારે નંદિની ડૉક્ટરને મળવા ગઈ. " ડૉક્ટર સાહેબ..! પ્રદીપ અને બાપુને શું વાગ્યું અને કેવીરીતે થયું..? તેઓ જલ્દી સાજા તો થઈ જશે ને ?" ચિંતાતુર સ્વરે નંદિનીએ ડૉક્ટરને પૂછ્યું. ડોક્ટરે નંદીને વિગતે વાત કહી. પોલીસને અકસ્માત થયાની જાણ પણ કરી છે. નંદિનીને અકસ્માત પાછળ કોઈનો હાથ હોય તેવું લાગ્યું. પરંતુ ચોક્કસ તપાસ કર્યા વિના ઘરમાં કહેશે તો તેની વાતો પર કોઈ વિશ્વાસ નહીં કરે. પ્રદીપ અને બાપુને લગભગ બે મહિના સુધી