આત્મજા - ભાગ 13

  • 1.3k
  • 1
  • 722

આત્મજા ભાગ 12" નંદિની.! શું કરે છે તું ...? પ્રદીપ તને બોલાવે છે. ઓફિસની કોઈ ફાઇલ તેને મળતી નથી. જલ્દીથી શોધી આપ તેને જરૂરી કામ છે. લાવ આ હું કરું છું,તું જા." ઉતાવળે આવીને કંચન બહેને કહ્યું. નંદિની તેના બેડરૂમમાં ગઈ. ત્યારે કંચનબેને તેઓનાં આયોજન મુજબ કામ કરવાનું શરૂ કર્યું. " ક્યાં છે ફાઇલ..? ક્યારનો હું ફાઇલ શોધું છું..! ઘરમાં એક વસ્તુ ઠેકાણે હોતી નથી." નંદિની સામે અકળાઈને પ્રદીપે કહ્યું. " ધંધાને લગતી બધી ફાઇલ તમે જ તિજોરીમાં મુકો છો. તેની ચાવી પણ તમારી પાસે જ રહે છે. તો તમારા હાથે જ ક્યાંક મુકાઈ ગઈ હશે." ઠંડા કલેજાથી નંદિનીએ કહ્યું.