આત્મજા - ભાગ 9

  • 1.8k
  • 1
  • 1.1k

આત્મજા ભાગ 9હરખ સિંગના ઠાઠમાઠ અને જાહોજલાલીના કારણે તથા કીર્તિના સારા નસીબને કારણે કીર્તિના લગ્ન અમેરિકાના એક ઉદ્યોગપતિ સાથે થયા હતા. પૈસે ટકે કીર્તિને કોઈ વાતનું દુઃખ ન હતું.લગ્ન પછી ઘણા દિવસે કીર્તિ તેના પિયરમાં આવી હતી. તેના આવવાથી ઘરમાં ખુશી છવાઈ ગઈ. તેના બે જોડિયા બાળકોના તોફાનથી આખા ઘરમાં રોનક આવી ગઈ. કીર્તિના આવવાથી કંચનબેન તો હરખમાં આવી ગયા હતા. હરખસિંગના ચહેરા પર પણ દીકરીને ઘણા દિવસે મળતા આનંદ છવાઈ ગયો હતો. “ભાભી એક વાત કહું..! હું આવી ત્યારથી તમને જોવું છું. તમે કોઈ ચિંતામાં લાગો છો. શું વાત છે..? મને નહી કહો..?” કીર્તિએ રસોડામાં રસોઈ બનાવતી નંદિનીનો ચહેરો