આત્મજા ભાગ 5એવાંમાં નંદિની આવી. ઘર આંગણે લોકોને ટોળે વળેલાં જોઈ તે પણ ગભરાઈ ગઇ. દોડતી તે અંદર આવી. " શું થયું બાપુને..? કેમ બધા ટોળે વળ્યાં છે ?" સસરા પાસે આવીને બેસતા નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું. " કાળમુખી..! આ બધું તારા લીધે જ થાય છે. ભુવાજીએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે તારી છોડી ઘરનો વિનાશ નોટરશે. જો અભાગી..! વિનાશની શરૂઆત થઈ ગઈ. હજુ સમય છે સમજી જા.!" કંચનબેને નંદિની પર ગુસ્સો ઠાલવતા કહ્યું. " બા, એવું ના હોય, તમે ચિંતા ન કરો..! બાપુને હું કંઈ નહીં થવા દઉં..!" આટલું કહી જાણે આખી ઘટનાનો ચિતાર મેળવી નંદિની દોડતી ઘરમાં ગઈ અને