આત્મજા - ભાગ 2

  • 2.1k
  • 1.6k

આત્મજા ભાગ 2રાતો ચોળ થઈ ગયેલા ગાલને પંપાળતી નંદિની પ્રદીપની સામે જ જોઈ રહી. ગુસ્સાથી લાલ થઈ ગયેલી આંખોમાંથી બોર બોર જેવડાં આંસુઓ પડી રહ્યા હતા. પ્રદીપનો આવો વ્યવહાર પહેલીવાર નહોતો. છેલ્લા ત્રણ વર્ષમાં નંદિની ઘણીવખત પ્રદીપના ગુસ્સાનો શિકાર બનેલી. ગરીબ માતા પિતાએ આપેલ સંસ્કારોને વળગી રહી નંદિની મૂંગા મોઢે બધું સહન કરે જતી. પણ આ વખતે તો સવાલ હતો તેના સંતાનને બચાવવાનો.કમને નંદિની ઊભી થઈ. બે હાથ વડે આંખો પોછાતી તે બાથરૂમ તરફ ગઈ.વૉશ બેસીનમાં પાણીની છાલક મારીને તેણે પોતાનો ચહેરો ધોયો અને અરીસા સામે જોયું. રડી રડીને લાલ થયેલા આંખોમાં હજુ પણ ગુસ્સો હતો. ગુસ્સો હતો સમાજ પર..