પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 8

  • 1.6k
  • 1
  • 830

૮) આવેગ રોજની જેમ જ આજે પણ સવારના ઉગતા સવાર સાથે સ્નેહા સિદ્ધાર્થને લઈને બગીચામાં ગઈ. સ્નેહાનું હંમેશાની જેમ બકબક કરવાનું ચાલુ જ હતું. તેનું ધ્યાન સિદ્ધાર્થની સામે અને બોલવામાં જ હતું, પણ સામે તો અરીસા સમાન સિદ્ધાર્થ હતો. તેથી પ્રત્યુત્તર તો મળવાનો જ ન્હોતો. પણ સ્નેહા પોતાની ધૂનમાં જ હતી. અચાનક એક ખાડો આવ્યો અને સ્નેહાનો પગ એમાં પડતાં જ નીચે પડવાની હતી કે એનો હાથ પકડીને ખેંચી લીધી. સ્નેહાએ પાછું વળીને જોયું તો જોતી જ રહી ગઈ. તેનો હાથ સિદ્ધાર્થે પકડી લીધો હતો. યોગીએ પોતાનું ધ્યાન તોડ્યું એમને.