નારદ પુરાણ - ભાગ 23

  • 1.2k
  • 1
  • 534

સનકે કહ્યું, “યમ અને નિયમો દ્વારા બુદ્ધિ સ્થિર કરીને જિતેન્દ્રિય પુરુષે યોગસાધનાને અનુકુળ ઉત્તમ આસનોનો વિધિપૂર્વક અભ્યાસ કરવો.         પદ્માસન, સ્વાસ્તિકાસન, પીઠાસન, સિંહાસન, કુકકુટાસન, કુંજરાસન, કૂર્માસન, વજ્રાસન, વારાહાસન, મૃગાસન, ચૈલિકાસન, ક્રૌંચાસન, નાલિકાસન, સર્વતોભદ્રાસન, વૃષભાસન, નાગાસન, મત્સ્યાસન, વ્યાઘ્રાસન, અર્ધચંદ્રાસન, દંડવાતાસન, શૈલાસન, ખડ્ગાસન, મુદ્ગરાસન, મકરાસન, ત્રિપથાસન, કાષ્ઠાસન, સ્થાણુ-આસન, વૈકર્ણિકાસન, ભૌમાસન અને વીરાસન- આ સર્વ યોગસાધનનાં હેતુ છે. મુનીશ્વરોએ આ ત્રીસ આસનો કહ્યાં છે. સાધક પુરુષે શીત-ઉષ્ણ આદિ દ્વંદોથી પૃથક થઈને ઈર્ષ્યા-દ્વેષ આદિનો ત્યાગ કરી ગુરુદેવનાં ચરણોમાં ભક્તિ રાખી ઉપર કહેલાં આસનોમાંથી ગમે તે એક સિદ્ધ કરીને પ્રાણોને જીતવાનો અભ્યાસ કરવો.         જ્યાં કોઈ પ્રકારનો ઘોંઘાટ ન થતો હોય એવા એકાંત સ્થાનમાં પૂર્વ,