તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

  • 1.5k
  • 626

તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ) બંને યુવાનો પર જાણે કે આફત આવી પડી. હવે જ્યારે એ લોકો ધાબે જતાં તો વધારે તો એ લોકો બસ રડતા જ રહેતા! એકમેકને એકબીજા વિના ખુશ રહેવાનું એ લોકો કહેતા! "જો રસ્તામાં ચાલને તો સાચવીને ચાલવાનું!" પરાગ પ્રેરણા ને કહી રહ્યો હતો. જાણે કે હવે પછી એ ક્યારેય પ્રેરણા ને કહેવા માટે રહેવાનો જ ના હોય! એના જવાબમાં પ્રેરણા એ એક ઊંડો નિશ્વાસ ખાધો. એની લાઈફ ના આં ફેંસલા માટે ભારોભાર અફસોસ એમાં સાફ જાહેર હતો! "એક વાત કહું..." હળવેકથી પરાગ એ પૂછ્યું. "હા... બોલ ને!" પ્રેરણા એ કહ્યું.