અગ્નિસંસ્કાર - 64

(11)
  • 2.3k
  • 2
  • 1.4k

વહેલી સવારે કેશવ જાગીને નાસ્તો લઈને આવી ગયો હતો. અને ત્યાં સુધીમાં નાયરા ફ્રેશ થઇને તૈયાર પણ થઈ ગઈ હતી. " નાયરા તને ચા સાથે ફાફડા તો ચાલશે ને કે..." કેશવનું મોં ખુલ્લેને ખુલ્લું જ રહી ગયું. સ્વર્ગની કોઈ અપ્સરા પણ જેની સામે ફિકી પડે એટલી સુંદર છોકરી એની આંખો સમક્ષ હતી. નાયરાનો વાન તો દૂધથી પણ ગોરો છટાક હતો. આંખો મોટી, અને ગાલ પર સામાન્ય એવા ડિમ્પલ પડતાં હતાં. કેશવ પલકારા માર્યા વિના એ રીતે નિહાળી રહ્યો હતો કે નાયરા એ ફરી ચેહરા પર માસ્ક પહેરવું પડ્યું. " યાર, તારાથી સુંદર છોકરી મેં મારી લાઇફમાં પણ નથી જોઈ...તું તો