અગ્નિસંસ્કાર - 61

(13)
  • 1.9k
  • 2
  • 1.3k

પોલીસ ઇન્સ્પેકટર પણ બિલ્ડીંગની ટોચ પર આવી પહોંચ્યો અને કહ્યું." એક એક ખૂણાને ધ્યાનપૂર્વક જોજો...ચોર અહીંયા જ ક્યાંક આસપાસ છુપાયેલો હશે.." " યસ સર..." એક પછી એક પોલીસકર્મીઓ બધા ત્યાં આવી પહોંચ્યા. સૌ પોતાના હાથમાં ટોર્ચ લઈને ચોરને શોધવા આમતેમ ફરવા લાગ્યા. ત્યાં જ એક પોલીસ કર્મી અંશ અને પ્રિશા તરફ આગળ વધ્યો. નજદીક આવતા પોલીસના બુટનો અવાજ સાંભળી પ્રિશા એ ગભરાઈને કહ્યું. " અંશ...પોલીસ તો અહીંયા જ આવી રહી છે? હવે શું કરીશું?" અંશે તુરંત હિંમત દાખવી અને ઈશારામાં પ્રિશાને એકદમ ચૂપ રહેવાનું કહ્યું. પરંતુ ડરના મારે પ્રિશાનું હદય ઝડપથી ધડકવા લાગ્યું. જેનો અહેસાસ અંશને પણ સાફ સાફ થઈ