અગ્નિસંસ્કાર - 60

(12)
  • 2k
  • 1
  • 1.3k

પ્રિશા એ વિચાર કર્યા વિના ચોરીછૂપે પોલીસ ઓફિસરોની પાછળ દોડવા લાગી. અહીંયા અંશ દોડતો દોડતો એક ખંડેર પડેલી બિલ્ડીંગમાં આવી પહોંચ્યો. બિલ્ડીંગની બનાવટ જ ભૂલભૂલૈયા જેવી હોવાથી અંશે પોલીસને ચકમો દઈને બિલ્ડીંગની ટોચ પર પહોંચી ગયો. " આ પોલીસ છે કે શું? આટલું કોઈ દોડાવતું હશે?" અંશે ત્યાં જ જમીન પર બેસીને નિરાંતના શ્વાસ લીધા. " ક્યાં ગયો ચોર?" " સર, એ અહીંયા જ હતો...મને લાગે છે પેલી બિલ્ડીંગમાં જઈને સંતાઈ ગયો હશે.." " તો વાટ શેની જોવો છો? જાવ એને પકડો..." ત્રણ ચાર પોલીસ કર્મીઓ બિલ્ડીંગમાં પ્રવેશીને ચોરને શોધવા લાગ્યા. બિલ્ડીંગ પાંચ માળની હતી અને અંશ ઉપરના માળે શાંતિથી