અગ્નિસંસ્કાર - 58

(11)
  • 2.1k
  • 1
  • 1.4k

અંશ ઘરમાંને ઘરમાં રહીને કંટાળી ગયો હતો. એટલે તેણે નક્કી કર્યું કે એ ચોરી છૂપે ઘરની બહાર નીકળીને મુંબઈની ગલીઓમાં આંટાફેરા કરશે. મોડી રાતે જ્યારે સૌ સૂઈ રહ્યા હતા ત્યારે અંશે મોઢા પર માસ્ક પહેરીને પોતાનો ચહેરો ઢાંક્યો અને બ્લેક કલરનું ટીશર્ટ અને જિન્સ પહેરીને ઘરની બહાર નીકળી ગયો. થોડે દૂર ચાલતા જ તેણે આઝાદીની હવાનો અહેસાસ થયો. " હાશ....હવે કંઇક જીવમાં જીવ આવ્યો...." આસપાસ નજર કરી અને વિચાર કર્યો કે " આવતા અવાય તો ગયું પણ મેં મુંબઈ જોયું નથી...હવે જાઉં તો ક્યાં જાઉં??" બે ઘડી વિચાર કર્યા બાદ તેણે ડાબી સાઈડનો રસ્તો પસંદ કર્યો અને એ તરફ પોતાના